Shree Gohilwad Dashashrimali Vanik Mandal - Paramkeshav Baug

Empowering lives, expanding futures. Empower. Dream. Achieve. Together.

Trust Registration no.: Regd. No. PTR-A-1370 (Bom) of 18-5-1954.

PKB Title
ચાલો... આપણા ઘોઘારી દશા શ્રીમાળી વણિક સમાજનાં ઈતિહાસમાં આળોટીયે...

   ઉત્ક્રાંતિ કાળથી જ માનવજાતિનું સર્જન સતત પરિવર્તનશીલ રહ્યું છે. જંગલી દશાના જીવનમાંથી સમયના સથવારે જરૂરિયાતો પ્રમાણે કુટુંબો, ગામો અને નવા સમાજનું નિર્માણ થયું. કાળક્રમે અરસપરસ સહકાર, સંગઠન સાથે અરસપરસને ઉપયોગી થવાની ભાવનાનો વિકાસ થયો. વિચારસરણીમાં વિવિધતાને કારણે જે વિવિધ જૂથો રચાયા અને તેમાંથી વિધ વિધ જ્ઞાતિઓમાં રૂપાંતર થયું અને પલ્ટાતા પ્રવાહના વહેણમાં આપણા ઘોઘારી દશા શ્રીમાળી વણિક સમાજનું સંગઠન રચાયું.


   આપણા સમાજનાં ઈતિહાસની માહિતી મારવાડ પ્રાંતમાંથી મળી આવે છે. આપણું ઉત્પત્તિસ્થાન મારવાડના ભીમપાળ, શ્રીપાળ, ઓશીયા અને ચિતોડમાંથી મળી આવે છે. કાળક્રમે જરૂરિયાત ઊભી થતાં આ જૂથો પૈકી કેટલાંય લોકો અલગ અલગ જગ્યાએ સ્થળાંતર થયા. ભીમપાળ અને શ્રીમાળ પ્રાંતમાંથી આવ્યા તે "શ્રીમાળી" કહેવાયા. આગળ જતાં શ્રીમાળીમાંથી દશા અને વિશા એમ બે ભાગમાં રૂપાંતર થયું. આપણે બધા દશા શ્રીમાળીના છત્ર નીચે એક થયા.


   આપણા બંધારણ મુજબ ગોહિલવાડ વિભાગના દસ તાલુકાનાં વિકાસની યાત્રા પર વિહરતા કુટુંબોના લોકો વિકાસની યાત્રા પર વિહરતાં વિહરતાં મુંબઈમાં વિવિધપરામાં સ્થાયી થયા કે જે આગળ જતાં "શ્રી ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિનાં" નામે પ્રસ્થાપિત થયા. આપણા ઉપરોક્ત સમાજમાં જુદા જુદા દસ ધાર્મિક સંપ્રદાયો જેવા કે વૈષ્ણવ, સ્વામિનારાયણ, સ્થાનકવાસી જૈન, દેરાવાસી જૈન વગેરેનો સમાવેશ થાય છે. ઉપરોક્ત ઘોઘારી દશા શ્રીમાળી વણિક સમાજમાંથી લગભગ ૧૫૦૦ કુટુંબોમાંથી ઘણો મોટો સમુદાય ઘાટકોપરમાં સ્થાયી થયો.


   મુંબઈનું ઉપનગર ઘાટકોપર એટલે એક પવિત્ર પૂણ્યભૂમિ જ્યારે જ્યારે ઘાટકોપરમાં આપણે સંચરીએ ત્યારે આપણને એક નાનકડા ગોહિલવાડનું સાક્ષાત દર્શન થાય છે. ગોહિલવાડની માફક જ ટેકરીયાળો વિસ્તાર કે જ્યાં ઊંચી નીચી ઘાટીઓમાં છવાયેલી ધરતી. ઘાટકોપરમાં સ્થાયી થયેલા આ ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક સમાજના કેટલાક હોંશીલા આગેવાનોના મનમાં એક સ્વપ્ન પ્રગટ્યું. આપણું પણ એક મંડળ હોય... આપણી પોતાની વાડી હોય... આ વાડીનાં પ્રાંગણમાં આપણાં શુભપ્રસંગો ઉજવાતાં હોય તો ઘાટકોપરની ભૂમિ પર આપણે એક નાનકડું "ગોહિલવાડી સ્વર્ગ" ખડું કરી શકીએ.


   આવા સ્વપ્નની આકાશી ધરતીમાં ગુલતાન કરતાં કરતાં આ અગ્રણીઓએ સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસો આદરી દીધા. આ સ્વપ્નને મૂર્ત કરવાનો પ્રથમ પ્રયાસ કરનાર હતા: શ્રી નારણદાસ લક્ષ્મીચંદ દેસાઈ, શ્રી કુંવરજી વલ્લભદાસ સરવૈયા, શ્રી નંદલાલ મણિલાલ મહેતા વગેરે.


   આ મહાનુભાવોએ આપણા અનેક જ્ઞાતિ બંધુઓને આમંત્રીને એક મીટીંગ બોલાવી. આપણા સમાજને માટે વર્ષ ૧૯૩૫માં શ્રી ઘોઘારી દશા શ્રીમાળી મિત્ર મંડળને નામે નવો સૂર્યોદય થયો. મંડળની સ્થાપના સમયે લગભગ ૬૫ (પાંસઠ) સભ્યો હતા. ઉત્તરોત્તર સંખ્યા વધતા આજીવન સભ્યપદનો આંકડો ૧૯૦૫ સુધી પહોંચી ગયો. વરસો વીતતાં તેમના કેટલાંય સભ્યો પ્રભુના ધામમાં સ્થાયી થયા. આજ તા. ૧-૪-૨૦૧૭ના હાલમાં કુલ ૧૬૦૦ (સોળસો સભ્યો)ને માતબર પરિવાર બની રહ્યો છે.


   આ મહાનુભાવોએ આપણા અનેક જ્ઞાતિ બંધુઓને આમંત્રીને એક મીટીંગ બોલાવી. આપણા સમાજને માટે વર્ષ ૧૯૩૫માં શ્રી ઘોઘારી દશા શ્રીમાળી મિત્ર મંડળને નામે નવો સૂર્યોદય થયો. મંડળની સ્થાપના સમયે લગભગ ૬૫ (પાંસઠ) સભ્યો હતા. ઉત્તરોત્તર સંખ્યા વધતા આજીવન સભ્યપદનો આંકડો ૧૯૦૫ સુધી પહોંચી ગયો. વરસો વીતતાં તેમના કેટલાંય સભ્યો પ્રભુના ધામમાં સ્થાયી થયા. આજ તા. ૧-૪-૨૦૧૭ના હાલમાં કુલ ૧૬૦૦ (સોળસો સભ્યો)ને માતબર પરિવાર બની રહ્યો છે.

✨Our Founders ✨

Founder 1
SHRI KESHAVLAL RATANJI SHAH
Founder 2
SHRI PARMANAND RATANJI SHAH
હમ તો અકેલે હી ચલે થે, સબ સાથ આતા ગયા, કારવા બનતા ગયા હમ તો ચલે અપની મંઝિલકી ઔર...મળ્યો સાથ અને સહકાર...
✨ મંડળના પાયાના પથ્થર બનેલા મહાનુભાવો (સ્થાપના કાળ)

(૧) શ્રી જુગલદાસ દામોદર મોદી
(૨) શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી
(૩) શ્રી બાબુભાઈ દયાળજી પારેખ
(૪) શ્રી શાંતિલાલ મગનલાલ મહેતા
(૫) શ્રી પરષોત્તમદાસ વૃજલાલ મહેતા
(૬) શ્રી પ્રભુદાસ વનરાવનદાસ મહેતા
(૭) શ્રી વનરાવનદાસ જગજીવનદાસ અજમેરા
(૮) શ્રી કાંતિલાલ મોહનલાલ અજમેરા
(૯) શ્રી પોપટલાલ નરોત્તમદાસ મહેતા
(૧૦) શ્રી મનસુખલાલ શામજીભાઈ ગાંધી
(૧૧) શ્રી વલ્લભદાસ નાનચંદ મહેતા
(૧૨) શ્રી વેણીલાલ હરજીવનદાસ શાહ
(૧૩) શ્રી મનસુખલાલ છગનલાલ પારેખ
(૧૪) શ્રી મણિલાલ દુર્લભજી મહતલિયા
(૧૫) સોલીસીટર શ્રી શાંતિલાલ જેઠલાલ પારેખ

🏥 ઉપરોક્ત જ્યોતને પ્રજ્વલિત રાખવામાં ભેખ લેનાર અન્ય મહાનુભાવો

(૧) શ્રી જેઠલાલ પાનાચંદ દોશી
(૨) શ્રી નાગરદાસ પ્રાણલાલ મહેતા
(૩) શ્રી ધીરજલાલ પરમાણંદદાસ શેઠ
(૪) શ્રી લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા
(૫) શ્રી રતિલાલ મોરારજી સંઘરાજકા
(૬) શ્રી રમણિકલાલ રતિલાલ દાણી
(૭) શ્રી જયંતિલાલ ઠાકરશી મહેતા
(૮) શ્રી મહેન્દ્રભાઈ નંદલાલ મોદી
(૯) શ્રી હર્ષદરાય મનસુખલાલ મહેતા
(૧૦) શ્રી હસમુખલાલ નંદલાલ દેસાઈ
(૧૧) શ્રી મોહનલાલ મોરારજી શાહ
(૧૨) શ્રી ભોગીલાલ કેશવજી મહેતા


   ઉપરોક્ત મોભીઓ સાથે ઘણા નામી-અનામી કાર્યકરોએ મળીને વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે કેળવણી યોજના, વૈદકીય યોજના, સાંસ્કૃતિક યોજના, સંવિભાગ યોજના, સ્વાવલંબી યોજનાઓ અમલમાં મૂકી. સૌ પ્રથમ વર્ષ ૧૯૬૦માં સમૂહભોજન સંગ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું. વર્ષ ૧૯૬૫માં બિરલા માતુશ્રી સભામાં એક ચેરીટી શોનું આયોજન કર્યું અને મોટું ફંડ ઊભું કરવામાં આવ્યું. પ્રવૃત્તિઓનાં વિકાસ અર્થે વધુને વધુ ફંડની જરૂરિયાતને લક્ષમાં રાખીને વાડી નિર્માણનો વિચાર સ્ફૂર્યો.


   ઈશ્વરની પ્રેરણાથી અને આપણી સંસ્થાનાં સદ્ભાગ્યથી સોલીસીટર શ્રી શાંતિલાલ જેઠલાલ પારેખે શ્રી નરોત્તમદાસ કેશવલાલ શાહ, શ્રી ધીરજલાલ કેશવલાલ શાહ અને તેમના પરિવારજનો પાસેથી આપણા પરમકેશવ બાગની જમીનનો લગભગ ૨૨૪૦ ચોરસ વારનો પ્લોટ (ભાડુતોની ચાલની સાથે) તેમજ મુંબઈની ખોજાગલીમાં આવેલા એક મકાનનો અડધો હિસ્સો ભેટમાં અપાવ્યો. આ કેવળ જડ જમીનનો ટુકડો ન હતો. એમાં તો ધબકતો હતો દાતાઓનાં ઉદાર અને જ્ઞાતિપ્રેમથી સભર હૃદયનો જીવંત ધબકારો.


   આ જીવંત હૃદય ધબકારે નવું ચૈતન્ય પ્રગટાવ્યું આર્કીટેક્ટ શ્રી બળવંતરાય ડી. મહેતલિયા દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવ્યો. શ્રી બળવંતરાય ડી. મહેતલિયા, શ્રી શાંતિભાઈ જેઠલાલ પારેખ અને શ્રી નવનીતલાલ (નાનુભાઈ) બાબુભાઈ પારેખના પ્રયત્નોથી ચાલના માલિકો સાથે ચર્ચા વિચારણા કરી વાડીના નિર્માણ કાર્યને વેગમાન બનાવ્યું.


   વર્ષ ૧૯૭૨માં વાડી નિર્માણનાં શુભ કાર્ય હાથ ધરવામાં આવ્યું. શ્રી રમીભાઈ ગાંધીના હસ્તે ખાતમુહૂર્ત થયું. ઉપરોક્ત વાડી નિર્માણનાં ખર્ચને પહોંચી વળવા વર્ષ ૧૯૭૩માં ષણમુખાનંદ હોલમાં ચેરીટી શોનું આયોજન કરવામાં આવ્યું. રૂા. સાડાચારથી પાંચ લાખનું ભંડોળ એકઠું કરવામાં આવ્યું. પરંતુ આ નિર્માણ કાર્ય માટે લગભગ રૂા. ૮ લાખ (રૂા. આઠ લાખ)ની જરૂર હતી. વર્ષ ૧૯૭૫માં બિરલા માતુશ્રીમાં એક બીજા ચેરીટી શોનું આયોજન કરવામાં આવ્યું. બીજા લગભગ રૂા. ૨,૦૦,૦૦૦/- (રૂપિયા બે લાખ)નું ભંડોળ એકઠું થયું. બાકીના ઘટતાં ભંડોળની જોળી છલકાવી આપણા બંધુઓ પાસે વગર વ્યાજની લોન દ્વારા અને અંતે તૈયાર થયો આપણો પરમકેશવ બાગ.


  (૧) શ્રી બળવંતરાય ડી. મહેતલિયાના શુભ હસ્તે શ્રી સત્યનારાયણ કથાની પૂજાવિધિ થઈ.
  (૨) શ્રી નવનીતલાલ (નાનુભાઈ) બાબુભાઈ પારેખના હસ્તે વાસ્તુપૂજન કરવામાં આવ્યું.
  (૩) વર્ષ ૧૯૭૬ના ફેબ્રુઆરી મહિનામાં શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધીના વરદહસ્તે વાડીનું મંગલ ઉદ્ઘાટન થયું.


✨ આદ્ય પ્રમુખ તેમજ અન્ય પ્રમુખશ્રીઓ ✨
ક્રમ પ્રમુખશ્રીનું નામ કાર્યકાળ વર્ષ
શ્રી નારણદાસ લક્ષ્મીચંદ દેસાઈ ૧૯૩૪ - ૧૯૫૭
શ્રી કુંવરજી વલ્લભદાસ સરવૈયા ૧૯૫૭ - ૧૯૫૮
શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી ૧૯૫૮ - ૧૯૬૦
શ્રી જુગલદાસ દામોદર મોદી ૧૯૬૧ - ૧૯૭૧
શ્રી ધીરજલાલ દુર્લભજી મહેતલિયા ૧૯૭૧ - ૧૯૭૫
શ્રી ભૂપેન્દ્રભાઈ છગનલાલ પારેખ ૧૯૭૬ - ૧૯૭૭
શ્રી જયંતિલાલ ઠાકરશી મહેતા ૧૯૭૮ - ૧૯૮૧
શ્રી શાંતિલાલ રાયચંદ દેસાઈ ૧૯૮૨ - ૧૯૮૩
શ્રી મનુભાઈ જુગલદાસ મોદી ૧૯૮૪ - ૧૯૯૩
૧૦ શ્રી નવનીતલાલ શાંતિલાલ મહેતા ૧૯૯૩ - ૧૯૯૪
૧૧ શ્રી વિનુભાઈ જુગલદાસ મોદી ૧૯૯૪ - ૨૦૧૪
૧૨ શ્રી કિરીટભાઈ પ્રેમચંદ દામાણી ૨૦૧૪ - ચાલુ

ભૂતપૂર્વ સમિતિઓ (Former Committees)

1971-1972
  • શ્રી ધીરજલાલ દુર્લભજી મહેતલીયા પ્રમુખ
  • શ્રી જુગલદાસ દામોદર મોદી ઉપપ્રમુખ
  • શ્રી લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા ખજાનચી
  • શ્રી રતિલાલ મોરારજી સંઘરાજકા માનદમંત્રી
  • શ્રી નવનીતલાલ બાબુલાલ પારેખ માનદમંત્રી
  • શ્રી મણિલાલ દુર્લભજી મહેતલીયા માનદમંત્રી
1973
  • શ્રી ધીરજલાલ દુર્લભજી મહેતલીયા પ્રમુખ
  • શ્રી જુગલદાસ દામોદર મોદી ઉપપ્રમુખ
  • શ્રી લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા ખજાનચી
  • શ્રી નવનીતલાલ બાબુલાલ પારેખ માનદમંત્રી
  • શ્રી મણિલાલ દુર્લભજી મહેતલીયા માનદમંત્રી
  • શ્રી મહેન્દ્રભાઈ નંદલાલ મોદી માનદમંત્રી
1974-1975
  • શ્રી ધીરજલાલ દુર્લભજી મહેતલીયા પ્રમુખ
  • શ્રી જુગલદાસ દામોદર મોદી ઉપપ્રમુખ
  • શ્રી લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા ખજાનચી
  • શ્રી નવનીતલાલ બાબુલાલ પારેખ માનદમંત્રી
  • શ્રી મણિલાલ દુર્લભજી મહેતલીયા માનદમંત્રી
  • શ્રી પ્રભુદાસ લક્ષ્મીચંદ મીયાણી માનદમંત્રી
1976-1977
  • શ્રી ભૂપેન્દ્રભાઈ છગનલાલ પારેખ પ્રમુખ
  • શ્રી મોહનલાલ મોરારજી શાહ ઉપપ્રમુખ
  • શ્રી શાંતિલાલ રાયચંદ દેસાઈ ખજાનચી
  • શ્રી નવનીતલાલ બાબુલાલ પારેખ માનદમંત્રી
  • શ્રી પ્રભુદાસ લક્ષ્મીચંદ મીયાણી માનદમંત્રી
  • શ્રી ઈશ્વરલાલ ત્રિકમલાલ શાહ માનદમંત્રી
1978
  • શ્રી જયંતિલાલ ઠાકરશી મહેતા પ્રમુખ
  • શ્રી મનુભાઈ જુગલદાસ મોદી ઉપપ્રમુખ
  • શ્રી મણિલાલ દુર્લભજી મહેતલીયા ખજાનચી
  • શ્રી નવનીતલાલ બાબુલાલ પારેખ માનદમંત્રી
  • શ્રી ઈશ્વરલાલ ત્રિકમલાલ શાહ માનદમંત્રી
  • શ્રી ચંદ્રકાંતભાઈ કુંવરજ મહેતા માનદમંત્રી
1979
  • શ્રી જયંતિલાલ ઠાકરશી મહેતા પ્રમુખ
  • શ્રી મનુભાઈ જુગલદાસ મોદી ઉપપ્રમુખ
  • શ્રી નવનીતલાલ બાબુલાલ પારેખ ખજાનચી
  • શ્રી ઈશ્વરલાલ ત્રિકમલાલ શાહ માનદમંત્રી
  • શ્રી જિતેન્દ્ર ચંપકલાલ પારેખ માનદમંત્રી
  • શ્રી ચંદ્રકાંતભાઈ કુંવરજ મહેતા માનદમંત્રી
1980
  • શ્રી જયંતિલાલ ઠાકરશી મહેતા પ્રમુખ
  • શ્રી મનુભાઈ જુગલદાસ મોદી ઉપપ્રમુખ
  • શ્રી નવનીતલાલ બાબુલાલ પારેખ ખજાનચી
  • શ્રી ઈશ્વરલાલ ત્રિકમલાલ શાહ માનદમંત્રી
  • શ્રી જિતેન્દ્ર ચંપકલાલ પારેખ માનદમંત્રી
  • શ્રી કાંતિલાલ વિઠ્ઠલદાસ ભાયાણી માનદમંત્રી
1981
  • શ્રી જયંતિલાલ ઠાકરશી મહેતા પ્રમુખ
  • શ્રી મનુભાઈ જુગલદાસ મોદી ઉપપ્રમુખ
  • શ્રી નવનીતલાલ બાબુલાલ પારેખ ખજાનચી
  • શ્રી ઈશ્વરલાલ ત્રિકમલાલ શાહ માનદમંત્રી
  • શ્રી કાંતિલાલ વિઠ્ઠલદાસ ભાયાણી માનદમંત્રી
  • શ્રી રતિલાલ મોરારજી સંધરાજકા માનદમંત્રી
1982
  • શ્રી શાંતિલાલ રાયચંદ દેસાઈ પ્રમુખ
  • શ્રી વિનોદરાય બાલકૃષ્ણ મોદી ઉપપ્રમુખ
  • શ્રી જગમોહનદાસ નંદલાલ મહેતા ખજાનચી
  • શ્રી કાંતિલાલ વિઠ્ઠલદાસ ભાયાણી માનદમંત્રી
  • શ્રી જિતેન્દ્ર ચંપકલાલ પારેખ માનદમંત્રી
  • શ્રી નરેન્દ્ર જેઠાલાલ પારેખ માનદમંત્રી
1983
  • શ્રી શાંતિલાલ રાયચંદ દેસાઈ પ્રમુખ
  • શ્રી નવનીતલાલ બાબુભાઈ પારેખ ઉપપ્રમુખ
  • શ્રી ઈશ્વરલાલ ત્રિકમલાલ શાહ ખજાનચી
  • શ્રી કાંતિલાલ વિઠ્ઠલદાસ ભાયાણી માનદમંત્રી
  • શ્રી જિતેન્દ્ર ચંપકલાલ પારેખ માનદમંત્રી
  • શ્રી મણિલાલ દુર્લભજી મહેતલીયા માનદમંત્રી
1984-1986
  • શ્રી મનુભાઈ જુગલદાસ મોદી પ્રમુખ
  • શ્રી નવનીતલાલ બાબુભાઈ પારેખ ઉપપ્રમુખ
  • શ્રી ઈશ્વરલાલ ત્રિકમલાલ શાહ ખજાનચી
  • શ્રી મણિલાલ દુર્લભજી મહેતલીયા માનદમંત્રી
  • શ્રી ચંદ્રકાંતભાઈ કુંવરજ મહેતા માનદમંત્રી
  • શ્રી દલસુખરાય કૂલચંદ દેસાઈ માનદમંત્રી
1987-1990
  • શ્રી મનુભાઈ જુગલદાસ મોદી પ્રમુખ
  • શ્રી નવનીતલાલ બાબુભાઈ પારેખ ઉપપ્રમુખ
  • શ્રી ઈશ્વરલાલ ત્રિકમલાલ શાહ ખજાનચી
  • શ્રી દલસુખરાય કૂલચંદ દેસાઈ માનદમંત્રી
  • શ્રી બીપીનચંદ ત્રંબકલાલ સંધરાજકા માનદમંત્રી
  • શ્રી જિતેન્દ્રભાઈ હરકીશનદાસ મહેતા માનદમંત્રી
1990-1991
  • શ્રી મનુભાઈ જુગલદાસ મોદી પ્રમુખ
  • શ્રી નવનીતભાઈ શાંતિલાલ મહેતા ઉપપ્રમુખ
  • શ્રી નવનીતલાલ બાબુલાલ પારેખ ઉપપ્રમુખ
  • શ્રી ઈશ્વરલાલ ત્રિકમલાલ શાહ ખજાનચી
  • શ્રી દલસુખરાય કૂલચંદ દેસાઈ માનદમંત્રી
  • શ્રી બીપીનચંદ ત્રંબકલાલ સંધરાજકા માનદમંત્રી
  • શ્રી જિતેન્દ્રભાઈ હરકીશનદાસ મહેતા માનદમંત્રી
  • શ્રી હર્ષદભાઈ મણિલાલ શાહ માનદમંત્રી
1991-1993
  • શ્રી મનુભાઈ જુગલદાસ મોદી પ્રમુખ
  • શ્રી નવનીતલાલ શાંતિલાલ મહેતા પ્રમુખ
  • શ્રી નવનીતલાલ બાબુલાલ પારેખ ઉપપ્રમુખ
  • શ્રી ઈશ્વરલાલ ત્રિકમલાલ શાહ ખજાનચી
  • શ્રી દલસુખરાય કૂલચંદ દેસાઈ માનદમંત્રી
  • શ્રી બીપીનચંદ ત્રંબકલાલ સંધરાજકા માનદમંત્રી
  • શ્રી જિતેન્દ્રભાઈ હરકીશનદાસ મહેતા માનદમંત્રી
  • શ્રી હર્ષદભાઈ મણિલાલ શાહ માનદમંત્રી
1994-2004
  • શ્રી વિનુભાઈ જુગલદાસ મોદી પ્રમુખ
  • શ્રી ઈશ્વરલાલ ત્રિકમલાલ શાહ ઉપપ્રમુખ
  • શ્રી બીપીનચંદ ત્રંબકલાલ સંધરાજકા ખજાનચી
  • શ્રી દલસુખરાય કૂલચંદ દેસાઈ માનદમંત્રી
  • શ્રી જિતેન્દ્રભાઈ હરકીશનદાસ મહેતા માનદમંત્રી
  • શ્રી હર્ષદભાઈ મણિલાલ શાહ માનદમંત્રી
  • શ્રી રસીકલાલ બાબુલાલ પારેખ માનદમંત્રી
2004-2014
  • શ્રી વિનુભાઈ જુગલદાસ મોદી પ્રમુખ
  • શ્રી ઈશ્વરલાલ ત્રિકમલાલ શાહ ઉપપ્રમુખ
  • શ્રી બીપીનચંદ ત્રંબકલાલ સંધરાજકા ખજાનચી
  • શ્રી જિતેન્દ્રભાઈ હરકીશનદાસ મહેતા માનદમંત્રી
  • શ્રી હર્ષદભાઈ મણિલાલ શાહ માનદમંત્રી
2014-2016
  • શ્રી કિરીટભાઈ પ્રેમચંદ દામાણી પ્રમુખ
  • શ્રી હર્ષદભાઈ મહિલાલ શાહ ઉપપ્રમુખ
  • શ્રી શાંતિલાલ મનસુખલાલ ગાંધી ખજાનચી
  • શ્રી દલસુખરાય કૃષ્ણચંદ દેસાઈ માનદમંત્રી
  • શ્રી જિતેન્દ્રભાઈ હરકીશનદાસ મહેતા માનદમંત્રી
  • શ્રી જસવંતરાય મથુરાદાસ મહેતા માનદમંત્રી
  • શ્રી પ્રકાશભાઈ હસમુખરાય મહેતા માનદમંત્રી
2017-Present
  • શ્રી કિરીટભાઈ પ્રેમચંદ દામાણી પ્રમુખ
  • શ્રી હર્ષદભાઈ મહિલાલ શાહ ઉપપ્રમુખ
  • શ્રી શાંતિલાલ મનસુખલાલ ગાંધી ખજાનચી
  • શ્રી જિતેન્દ્રભાઈ હરકીશનદાસ મહેતા માનદમંત્રી
  • શ્રી જસવંતરાય મથુરાદાસ મહેતા માનદમંત્રી
  • શ્રી પ્રકાશભાઈ હસમુખરાય મહેતા માનદમંત્રી
  • શ્રી ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ મહેતા માનદમંત્રી