Shree Gohilwad Dashashrimali Vanik Mandal - Paramkeshav Baug

Empowering lives, expanding futures. Empower. Dream. Achieve. Together.

Trust Registration no.: Regd. No. PTR-A-1370 (Bom) of 18-5-1954.

President Message

President

પ્રમુખશ્રી

શ્રી કિરીટ પ્રેમચંદ દામાણી

Shree Gohilwad Dashashrimali Vanik Mandal

✨ પ્રમુખશ્રીનો સંદેશ

"આપણાં મંડળની ૯૧મી વાર્ષિક સામાન્ય સભાને અવસરે... આપણાં મંડળની નવી વેબસાઇટ આપ સમક્ષ મૂકતાં હર્ષભરે ગૌરવની લાગણી અનુભવું છું."

પરમકેશવ વિભાગ ની કાર્યવાહક સમિતિમાં ૩૩ વર્ષ અને પરમકેશવ વિભાગના સર્વોચ્ચ પ્રમુખપદના ત્રણ વર્ષની પૂર્ણતાએ, ઈશ્વરકૃપાથી, તમામ કાર્યવાહક સમિતિના સભ્યો તથા આપ સૌ પરિવારજનોના સાથ-સહકારથી આપણા મંડળના હિતાર્થે મનમાં ઘરબાયેલાં અનેક જરૂરી કાર્યોમાં આંશિક રીતે સહભાગી થવાનો અવસર મળ્યો તે બદલ હું ધન્યતા અનુભવું છું.

હું આશ્વાસન મેળવવા નથી... આપવા ચાહું છું.

મને બધા સમજે એ કરતાં, હું બધાને સમજવા ચાહું છું.

મને બધા પ્રેમ આપે એ કરતાં, હું બધાને પ્રેમ આપવા ચાહું છું.

તેથીજ.. સંત ફ્રાન્સિસના સંદેશોને યાદ કરતાં પ્રભુ પાસે પ્રાર્થના કે..

મને તારી ઈચ્છાઓનું વાહન બનાવ કે જેથી...

જ્યાં ધિક્કાર છે, ત્યાં પ્રેમ વાવું... જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા રેલાવું...

જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધાનું રોપણ કરાવું... જ્યાં હતાશા છે ત્યાં આશાના કિરણ પ્રગટાવું...

જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ રેલાવું... જ્યાં શોક છે ત્યાં આનંદ પ્રસરાવું...

✨ સમાજ માટેના અમારા સંકલ્પો ✨

🎓 ઉચ્ચ શિક્ષણ સહાય

વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી ખર્ચ પૂરો કરવામાં વ્યાજ વગરની લોન ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન.

🏥 આરોગ્ય સહાય

વધતી મોંઘવારીમાં પરિવારને મેડિકલ સહાય અને મેડિકલીમ પોલિસીની વ્યવસ્થા ઉભી કરવી.

❤️ જરૂરિયાતમંદ પરિવારો

મદદ માગી ન શકતા પરિવારો સુધી પહોંચીને તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો પ્રયત્ન.

💼 સ્વરોજગાર સહાય

કલા અને કૌશલ્ય ધરાવતા ભાઈ-બહેનોને સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવી સ્વાવલંબન તરફ આગળ વધારવા.

👩‍🦰 મહિલા મંડળ

કલા અને કૌશલ્ય ધરાવતા બહેનોને સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવી સ્વાવલંબન તરફ આગળ વધારવા.

🤝 સગપણ અને સમૂહલગ્ન

વધુમાં વધુ કન્યા-મૂર્તિયા પરિચય સંમેલનોનું આયોજન, તેમજ સમૂહલગ્ન સમારોહ દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ પરિવારોને સહયોગ આપવાનો સતત પ્રયાસ.

આપનો વિશ્વાસુ,
શ્રી કિરીટ પ્રેમચંદ દામાણી

પ્રમુખશ્રી

Shree Gohilwad Dashashrimali Vanik Mandal